<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ગેરકાયદે મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરૃધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી

ખાસ ઝુંબેશનું આયોજન શહેર પોલીસ તંત્ર દ્વારા આજ ધરવામાં આવેલ હતુંઃઅનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૃપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી

અમદાવાદ,તા.૨

અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૃપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાહનોમાં અધિકૃત સંખ્યાથી વધુ મુસાફરોની સવારી અટકાવવા સારૃં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતાં વાહન ચાલકો ઉપર અંકુશ લાવવા તેમજ અકસ્માત અને મૃત્યુદરમાં ઘટાડો લાવવા તા. ૦૧/૧૦/૨૦૨૫ના રોજ એક ખાસ ઝુંબેશનું આયોજન શહેર પોલીસ તંત્ર દ્વારા આજ ધરવામાં આવેલ હતું. ઝુંબેશ દરમ્યાન વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના અધિકારી/કર્મચારીઓ, ટુ વ્હિલર ક્રેઈન, હાઈડ્રા ક્રેઈનની ટીમ બનાવી, અમિતનગર સર્કલ અને માણેકપાર્ક સર્કલ ખાતે નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જર તેમજ અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ જાહેર રોડ ઉપર અડચણરૃપ પાર્ક કરતાં તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ.

જેમાં અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં કુલ-૬ વાહનો ડિટેઈન કરવામાં આવેલ તેમજ અડચણરૃપ પાર્ક કરેલ કુલ-૨૨ વાહનો જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

(10:13 PM IST)