News of Thursday, 2nd October 2025
વડોદરામાં દશેરાની સાજે મેઘરાજાની તોફાની એન્ટ્રી:ધોધમાર વરસાદ તૂટી પડ્યો:રાવણના પૂતળાને રેઈનકોટ પહેરાવ્યો
કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને પણ રેઈનકોટ પહેરાવ્યો : શહેરના રસ્તા પાણી-પાણી થયા :હજુ આગામી બે દિવસ વરસાદની શક્યતા

વડોદરા: શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. દશેરાની સાજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના કારણે રાવણના પૂતળાને રેઈનકોટ પહેરાવ્યો હતો. કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને પણ રેઈનકોટ પહેરાવ્યો હતો. વડોદરા શહેરના રસ્તા પાણી-પાણી થયા છે. હજુ આગામી બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
