News of Thursday, 2nd October 2025
અમદાવાદની બોપલ પોલીસની સરાહનીય કામગીરી : ઝેરી દવા ગટગટાવેલા દંપતીનો મધરાત્રે બચાવ્યો જીવ
બોપલ પોલીસને દેવદર્શન એપાર્ટમેન્ટ પાસે રસ્તા કિનારે એક સ્ત્રી આક્રંદ કરતા જોવા મળી,બાજુમાં 11 વર્ષનો પુત્ર રડી રહ્યો હતો અને ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો

અમદાવાદની બોપલ પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરીને એક પરિવારને નવજીવન આપ્યું છે.. પોલીસની ત્વરિત કાર્યવાહી અને માનવતાભર્યા વલણે એક પરિવારને તૂટતા બચાવ્યો. મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન બોપલ પોલીસને દેવદર્શન એપાર્ટમેન્ટ પાસે રસ્તા કિનારે એક સ્ત્રી આક્રંદ કરતા જોવા મળી. તેની બાજુમાં 11 વર્ષનો પુત્ર રડી રહ્યો હતો અને ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો.પત્ની પણ બેભાન થવાની અવસ્થામાં જ હતી. અને ત્યાં એક બાળકે ોલીસ પાસે જઈને સમગ્ર વાત કરીહતી
પતિ-પત્નીએ ઘરમાં ઝઘડો થતાં ઝેર પીધું હતું અને ઘરની બહાર નીકળી ગયા હતા. આ વાતની જાણ થતા જ બોપેલ પોલીસની ટીમે વિલંબ કર્યા વિના દંપતીને ઊલટી કરાવી. બંનેને બેભાન અવસ્થામાંથી સ્થિર કરી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડૉક્ટરોએ પણ કહ્યું કે, દંપતીને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયા છે. ઉલ્લેખનીય છે, કોઇના દુઃખની આવી ક્ષણમાં… ઘણીવાર લોકો અવગણના કરતા હોય છે….ત્યારે બોપલ પોલીસએ સાચા અર્થમાં “જનરક્ષક” અને “જીવરક્ષક” બનીને સેવાના સૂત્રનું સાચું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
