તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
અરબી સમુદ્રમાં વાવાઝોડું “Cyclone Shakti” બનવાની તૈયારીમાં, ગુજરાતના કિનારે સીધો ખતરો નહીં
હાલમાં આ સિસ્ટમ દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિમી દક્ષિણ-પશ્ચિમ અને નલિયાથી 280 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ ડિપ્રેશન 13–15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩
અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગમાં હાલનું ડિપ્રેશન ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને આગામી કલાકોમાં “Cyclonic Storm” બનવાની શક્યતા છે. Joint Typhoon Warning Centre (JTWC) ના તાજા અપડેટ અનુસાર, આ સિસ્ટમને સત્તાવાર રીતે “Cyclone Shakti” નામ આપવામાં આવશે. હાલનું સ્થાન અને ગતિ
હાલમાં આ સિસ્ટમ દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિમી દક્ષિણ-પશ્ચિમ અને નલિયાથી 280 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ ડિપ્રેશન 13–15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને આજે રાત્રે “Cyclonic Storm” બનવાની ધારણા છે.
આગામી ટ્રેક અને તીવ્રતા
JTWCના અંદાજ મુજબ, “Cyclone Shakti” આગામી 48 કલાકમાં વધુ તીવ્ર બનશે: 3 ઓક્ટોબર, રાત્રે: Cyclonic Storm (80–100 કિમી/કલાકની ઝડપ).
4 ઓક્ટોબર, સવારે: Severe Cyclonic Storm (120 કિમી/કલાક સુધી).
5 ઓક્ટોબર આસપાસ: મહત્તમ તીવ્રતા (130 કિમી/કલાક સુધી), અરબી સમુદ્રના મધ્ય ભાગે.
7–8 ઓક્ટોબર: ધીમે ધીમે નબળું પડશે.
ગુજરાત માટે સ્થિતિ
હાલના ટ્રેક અનુસાર, વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે સીધો કોઈ ખતરો નથી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
