News of Friday, 3rd October 2025
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક તાલુકામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો
સૌથી વધુ જુનાગઢના વંથલીમાં ૮૭ મિમી વરસાદ નોંધાયો. રેડા ઝાપટાએ અત્રતત્ર સર્વત્ર સૌરાષ્ટ્ર આવરી લિધુ હતું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૩: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની વિગતે વાત કરી તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે અન્યત્ર મધ્યમ અને હળવો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના વંથલીમાં ૮૭ મિમી નોંધાયો છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ૭૯ મિમી વરસાદ પડ્યો છે. મધ્યમ વરસાદની કેટેગરીમાં જુનાગઢ જિલ્લાના મેંદરડામાં ૫૭ મિમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૫૪ મિમી, મોરબીમાં ૪૮ મિમી, કેશોદમાં ૪૫ મિમી, દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં ૪૪ મિમી, કચ્છના અંજારમાં ૪૦ મિમી, રાજકોટના ગોંડલમાં ૪૦ મિમી, અમરેલીના કુંકાવાવ વાડિયામાં ૪૦ મિમી, જામનગરના જામજોધપુરમાં ૩૮ મિમી, જુનાગઢના માળિયા હાટિના અને વિસાવદરમાં અનુક્રમે ૩૮ અને ૩૫ મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં ૩૪ મિમી, ભાવનગરના મહુવામાં ૩૪ મિમી, જુનાગઢના મણાવદરમાં ૩૩ મિમી, કચ્છના ગાંધીધામમાં ૩૨ મિમી, કચ્છના રાપર અને સુરેન્દ્રનગરના ચુડામાં ૩૦ મિમી વરસાદ નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ૨૮ મિમી, ભુજમાં ૨૭ મિમી, જામનગરના જોડીયામાં ૨૬ મિમી, સુરેન્દ્રનગરના વડવાણમાં ૨૫ મિમી, અમદાવાદના ધંધુકામાં ૨૪ મિમી, જુનાગઢના ભેંસાણમાં ૨૩ મિમી, કચ્છના માંડવીમાં ૨૨ મિમી, રાજકોટના લોધિકામાં ૨૨ મિમી, આણંદના બોરસદમાં ૨૨ મિમી, કચ્છના મુન્દ્રામાં ૨૧ મિમી, રાજકોટના જામકંડોરણા અને જામનગરના ધ્રોલમાં ૨૧ મિમી, ભાવનગરના ઘોઘામાં ૨૦ મિમી, રાજકોટના ધોરાજીમાં ૨૦ મિમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૧૯ મિમી, સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢમાં ૧૮ મિમી, કચ્છના નખત્રાણામાં ૧૭ મિમી, જુનાગઢના માંગરોળમાં ૧૭ મિમી, ખેડાના માતરમાં ૧૭ મિમી, બોટાદના બરવાળામાં ૧૭ મિમી, જામનગરના કાલાવડમાં ૧૬ મિમી, ગીર સોમનાથના ગિરગઢડામાં ૧૬ મિમી, રાજકોટના કોટડાસાંગાણી અને ઉપલેટામાં ૧૫ મિમી, અમરેલીના જાફરાબાદમાં ૧૪ મિમી, ભાવનગરના ઉમરાળામાં ૧૪ મિમી તથા મોરબીના માળીયામાં ૧૪ મિમી વરસાદ પડ્યો છે. (૩.૧૦)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
