<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગુન્‍હાખોરી નિવારણ..ગુજરાત ટેકનોલોજીમાં વિશ્વના વિકસિત દેશોની બરાબરી કરવા ડગ માંડયા.. સુરતમાં AI નો પ્રયોગ સફળ

હર્ષભાઈ સંઘવી પોતાના જ હોમટાઉનમા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા કોઈ જાતની જાહેરાત વગર નવરાત્રી અદભુત સફળ કરી પોતાનું સ્‍વપ્‍ન પૂર્ણ થતા અભિનંદન આપી પીઠ થાબડી ગત માસમાં લંડનમાં AI પ્રયોગ સફળ થયાના સમાચાર અમને અને ગૃહમંત્રીશ્રીને મળતા રાત દિવસ અમારી ટેકનોલોજી ટીમે એક થઇ નવરાત્રીમાં પ્રયોગ કરેલ, હવે રાજ્‍યભરમાં વ્‍યાપક ઉપયોગ કરવામાં આવશે.. સુરત સીપી અકિલા સાથેની વાતચીતમાં અદભુત ટેકનોલોજી યુગના મંડાણની પડદા પાછળની રસપ્રદ કથા વર્ણવે છે CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સુરત ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા, SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને આર્થિક ગુન્‍હા નિવારણ શાખાના ડીસીપી કરણરાજ વાઘેલા વિગેરેએ ઓર્થનિક પ્રયોગ માટે અથાગ જહેમત ઉઠાવી હતી

રાજકોટ તા.૩: ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત સુરતમાં ગુન્‍હા નિવારણ માટે  AI અર્થાત્‌આર્ટીફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સની ઉપયોગ વ્‍યાપક રીતે કરવાનું નક્કી કરવામાં આવ્‍યું  છે. આમ તો આ પ્રયોગ કોઈ જાહેરાત કર્યા વગર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા  પોતાની માફક ટેકનોસેવી અને જેમનું સુરત હોમ ટાઉન છે તેવા ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ચર્ચા કરી અમલમાં મૂકેલ, એ કહેવાની ભાગ્‍યેજ જરૂર છે કે આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે.

ઉક્‍ત બાબતે ગુજરાતમા સુરતમાં સહુ પ્રથમ AI પ્રયોગ નવરાત્રી દરમિયાન ગુપચુપ રીતે કરાયો હોવાનું અને તેમાં મોટી સફળતા મળ્‍યા અંગે સંપર્ક કરતા તેઓ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપેલ છે.

તેઓએ વિશેષમાં જણાવેલ કે ગુજરાતભરમાં AIના ઉપયોગ દ્વારા જડબેસલાખ રીતે ગુન્‍હા પર સ્‍પીડ બ્રેકર્સ મુકવાનું અને ગુજરાતની પ્રજાને સુરક્ષિત કરવાના હર્ષભાઈ સંઘવીના એક સ્‍વપ્‍નાના ભાગરૂપે આ પ્રયોગ હાથ ધરાયેલ, આ પ્રયોગ સુરત સુધી સિમિત રહેવાને બદલે આખા ગુજરાત સુધી  વ્‍યાપ વધશે. ગૃહમંત્રી દ્વારા સુરતમાં જે રીતે નવરાત્રિ દરમિયાન કોઈ મોબાઈલ પણ આઘો પાછો ન થયો તે જાણી સુરત પોલીસને વધુ એક વખત અભિનંદન આપી તેની નોંધ લીધી છે.

અત્રે એ યાદ રહે કે દેશ દ્રોહી પ્રવળતિઓમાં ઉપયોગ બાબતની પ્રબળ શંકા છે તેવા ક્રિપ્‍ટો કરન્‍સી વિદેશી વરચુલ નાણાં રોકવા માટે રાજ્‍યમાં પ્રથમ ક્રિપ્‍ટો કરન્‍સી વિરુદ્ધ ખાસ સેલની નિમણૂક પછી ગુજરાતમાં સહુ પ્રથમ સુરતથી પ્રારંભ કરાવવામાં સફળતા મેળવી ગૃહમંત્રીની વાહવાહી મેળવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ક્રાઇમ સંયુક્‍ત કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍ત નાયબ પોલીસ કમિશ્નર ભાવેશ રોજીયા, રાજદિપસિંહ નકુમ,ડો કરણરાજ વાઘેલાએ આ પાયલોટ પ્રોજેક્‍ટ નવરાત્રીમાં ઉપયોગ કરી જોયો હતો. હવે આ અનુભવને આધારે ટેકનોલોજી ને વધુ વ્‍યાપક રૂપથી ઉપયોગમાં લઈને શહેરની કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા, ટ્રાફિક અને માર્ગ સલામતી, બાળકો અને મહિલાઓની સલામતી સુનિヘતિ કરવા અપનાવા છે તેવું તેમણે ઉમેર્યું હતું. ઓગસ્‍ટમાં, એક અહેવાલ સામે આવ્‍યો હતો કે યુકેમાં એક સિસ્‍ટમ વિકસાવવામાં આવી રહી છે, જે ગુનાઓને રોકવા અને ગુનાઓ બનતા પહેલા તેની આગાહી કરવા માટે AI નો ઉપયોગ કરશે. આ AI સંચાલિત ગુના આગાહી બીજા શબ્‍દોમાં ગુના નિવારણ માટેની સિસ્‍ટમમાં વિગતવાર, વાસ્‍તવિક સમય અને ઇન્‍ટરેક્‍ટિવ ગુના નકશો શામેલ હશે, જે દર્શાવે છે કે ગુનાઓ કયાં થવાની સંભાવના છે. અદ્યતન ડેટા વિશ્‍લેષણ અને ઇન્‍ટરેક્‍ટિવ મેપિંગ દ્વારા, આ સિસ્‍ટમ અધિકારીઓને એ નિર્ધારિત કરવામાં મદદ કરશે કે એક નાની સમસ્‍યા કયાં ગંભીર બાબતમાં ફેરવાઈ શકે છે.

યુનાઇટેડ કિંગડમ પહેલા, લોસ એન્‍જલસ અને શિકાગોમાં આ પ્રકારની સિસ્‍ટમો શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે ખૂબ સફળ રહી ન હતી. જોકે, ગુજરાતમાં પ્રથમ વખત સુરત પોલીસે નવરાત્રીમાં પ્રથમ વખત AIઆધારિત ટેકનોલોજી અપનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મહદઅશે સફળતા પ્રાપ્ત થઇ હતી, જેમાં ખેલૈયા સાથે સાથે ગરબા રમવા કેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્‍વો આવે છે તેની માહિતી સુરત પોલીસને ઓન ડેશ કંટ્રોલ રૂમમાં મળતી હતી. શહેરના રસ્‍તા પર ટ્રાફિક અને ગરબા મોડી રાત્રે કેટલા વાગે બંધ થયા, તેની પણ સચોટ માહિતી મળતી હતી. આ કારણે શહેર પોલીસ શહેરીજનોને ટ્રાફિકમાં સરળીકરણ માટે મદદરૂપ થઈ શકતી હતી.

(2:51 PM IST)