<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અમદાવાદના સોની વેપારી સાથે ક્રાઇમ બ્રાંચના નામે પત્રકારે કર્યો ૧૦ લાખનો તોડ!

રાજકોટ તા.૩: અમદાવાદના મણીનગર વિસ્‍તારમાં રહેતા મૂળ સુરેન્‍દ્રનગરના રામપુરા ગામના વતની પરેશ નગીનદાસ સોની સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં થયેલ અરજીનો નિકાલ કરવા અને જી.એસ.ટીની રેઇડ અને મીડીયામાં બદનામીની ધમકી આપી દિર્ઘાયુ વ્‍યાસ નામના પત્રકારે ૧૦ લાખનો તોડ કર્યાની ફરિયાદ નોંધાતા ક્રાઇમબ્રાંચના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર વી.આર. ગોહિલે વિધીવત ગુનો નોધ્‍યો છે.

ફરીયાદમાં ફરીયાદી પરેશ નગીનદાસ સોની ઉ.વ.૪૯ ધંધો-વેપાર રહેવાસી મ.નં.૧૦૫, રાધા મંદિર ટાવર, હીશભાઇ ટાવર સામે, જવાહર ચોક, મણીનગર અમદાવાદ શહેર મૂળવતન ગામ સમપુરા, તા વઢવાણ જી સુરેન્‍દ્રનગર (મો.નં.૯૭૨૩૨ ૩૭૭૭૨)એ જણાવ્‍યું છે કે, હું રતનપોળ, પાનકોરનાકા, સહજાનંદ કોમ્‍પલેક્ષમાં ત્રીજા માળે દુકાન નં.૬૪૬ ખાતે સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરૂ છું. મારા આ વેપારમાં હું તથા કમલેશ ઉર્ફે કમલ કેશવજી જાદવ તથા ગુલઝારભાઈ ભાગીદારીમાં સોનાના વેપારીઓ પાસેથી દાગીના બનાવડાવી તે દાગીના જવેલર્સ શો-રૂમ ખાતે વેચીએ છીએ.

આજથી દસેક દિવસ પહેલા મારા ભાગીદાર કમલેશ ઉર્ફે કમલ કેશવજી જાદવ દ્વારા સોની બજારમાં સોનાના દાગી ના બનાવતા વેપારીઓને સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર આપેલ હતો. આ બાબને અમારે તથા ઓર્ડર લેનાર વેપારી ઓ વચ્‍ચે વૈપારીક સમસ્‍યા સર્જાતા આ વેપારીઓએ અમારા વિરૂધ્‍ધ ક્રાઈમ બ્રાન્‍ચ, અમદાવાદ શહેર ખાતે અરજી કરેલ હતી . આ અરજીની પ્રાથમિક તપાસ માટે પોલીસે મારા ભાગીદાર કમલેશભાઈને બોલાવેલ હતા. જેથી હું મારા વેપારી મિત્ર ગુલઝારભાઈ, દેવાંગ કીરીટકુમાર સોની સાથે ઇલીયાસભાઈ પઠાણ એડવોકેટને લક્કી ચા ની હોટલ પાસેની ગલીમા તે ઓની ઓફીસે મળેલ. આ અરજી બાબતે વાત કરતા ઇલીયાસભાઈ પઠાણે  અરજીનો ઉકેલ લાવવા તેઓના પરીચિત પોલીસ સાથે તથા એક પત્રકાર સાથે ટેલીફોનીક વાતચીત કરેલ. આ વખતે ઇલીયાસભાઈએ જણાવેલ કે, આ અરજી ક્રાઈમ બ્રાન્‍ચમાં ચાલે છે જેથી ક્રાઈમ બ્રાન્‍ચ મૂળ સુધી પહોંચશે જ. તેમ ન કરવું હોય તો ત્‍યાં મોટો વહીવટ કરવો પડશે અને આ વહીવટ એક પત્રકાર કરી આપશે. આ કામ માટે તે પત્રકારને પણ રૂપિયા આપવા પડશે.! એટલે તમારે હાલ રૂપિયા ૧૦ લાખ આપવા પડશે. તેમજ ત્‍યારબાદ પણ પૈસાની જરૂર પડશે તો આપવા પડશે. તા-૩૦/૦૯/૨૦૨૫ ના રોજ હું તથા કમલભાઈ અને ગુલઝારભાઇ ત્રણેય જણા વકિલ ઇલિયાસભાઈના જણાવ્‍યા મુજબ રોકડા ૧૦ લાખ રૂપિયા તેમની ઓફીસમાં આ અરજીનો નિકાલ કરાવી આપવા માટે આપેલ હતા.

 તા-૩૦/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના ક્રાઈમબ્રાન્‍ચ ખાતે અમોને બોલાવેલ હોય, અમોએ વકીલ ઇલીયાસભાઈ સાથે વાત કરેલ કે, અમોએ તમને આ અરજી પતાવવાના રૂ.૧૦ લાખ આપી દીધેલ છે, તેમ છતા ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે અમારી અરજીનો નિકાલ થયેલ નથી. ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા અરજી તપાસના કામે અમને બોલાવવામાં આવે છે તો તમે જે પત્રકાર સાથે વાતચિત કરી જે પ્રમાણે નક્કી કરેલ હોય, તે આગળ વાત કરો. જેથી ઇલિયાસભાઇએ જણાવેલ કે તમે ચિંતા કરશો નહી, તમારૂ કામ થઈ જશે, આ અરજી એક પત્રકાર જોઇ રહ્યા છે. ઇલિયાસભાઈ વકીલની આ વાત પર અમને શંકા જતા તેમજ અમારી સાથે છેતરપીંડી થવાની આશંકા લાગતા અમે આપેલ ૧૦ લાખ રૂપિયા બાબતે ક્રાઇમ બ્રાન્‍ચમાં અરજી કરેલ છે.

આ બાબતે અમે વકીલ ઇલિયાસભાઈને મળી તેઓને સાચી હકીકત શું છે તે જણાવવા કહેતા, તેઓએ કહેલ કે આ અરજીનો નિકાલ પત્રકાર દિર્ઘાયુ વ્‍યાસ કરી આપશે તેવી ચોક્કસ ખાત્રી દિર્ઘાયુ વ્‍યાસે પૈસા લેતી વખતે આપેલ હતી.પરંતુ હવે તે જણાવે છે કે, આ સોનીઓને કહી દેજો કે મને ફોન ના કરે, નહીંતર આ બધા સોનીઓ બે નંબરી સોનાનો ધંધો કરે છે તેની મને ખબર છે. હું આ સોનીઓના ધંધા પર જી.એસ.ટી.ની રેઇડ કરાવીશ. અને એમ ના બધા બે નંબરના ધંધાની મીડીયામાં પોલ ખોલી બદનામ કરી દઈશ અને ક્રાઈમ બ્રાન્‍ચને પણ હું આ બાબતે સબક શિ ખવાડીશ તેવી ગર્ભીત ધમકી પણ આપ્‍યાનું જણાવેલ. આ અંગે અમે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પત્રકારની ધરપકડની તજવીજ હાથધરી છે.(૨.૧૯)

(3:38 PM IST)