<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગાંધીનગરમાં CBI ની મોટી કાર્યવાહી :CGDAના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ એડવાઇઝર રૂ.3.5 લાખની લાંચ લેતા ઝડપાયા

CBIના છટકામાં ઝડપાયેલા અશોક જાદવે સપ્લાય ઓર્ડર જાહેર કરી ફાઇલ ક્લિયર કરવા માટે માગી હતી લાંચ.

ગાંધીનગરમાં CBIએ લાંચ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ વિભાગના કર્મચારીને રૂપિયા 3.5 લાખની લાંચ માગવાના કેસમાં રંગે હાથે ઝડપી પાડ્યો છે. CBIના છટકામાં ઝડપાયેલા અશોક જાદવની  ધરપકડ કરવામાં આવી છે.  ઝડપાયેલ અશોક જાદવ ગાંધીનગર CGDAના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ એડવાઇઝર છે તેને સપ્લાય ઓર્ડર જાહેર કરી ફાઇલ ક્લિયર કરવા માટે લાંચ માંગી હતી 

(5:53 PM IST)