<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકીને ટ્રેનને ઊથલાવાનો પ્રયાસ નિષ્ફ્ળ !

ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના લોકોપાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અજાણ્યા શખ્શે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી. સદ્ નસીબે ટ્રેન ધીમી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી. ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના લોકોપાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. જ્યાં ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્શ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:33 PM IST)