News of Friday, 3rd October 2025
અમદાવાદના મહાકાલ મંદિરમાંથી પાલખીયાત્રા :1212 મીટરની ચૂંદડી સાબરમતી નદીને અર્પણ
મેયર પ્રતિભા જૈન, સાંસદ એચ.એસ. પટેલ અને ધારાસભ્ય પાયલ કુકરાણીની વિશિષ્ટ ઉપસ્થિતિ

અમદાવાદના મહાકાલ મંદિરમાંથી પાલખી યાત્રા યોજવામાં આવી છે. આ સાથે, શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. જે ભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને પરંપરાનો અદભુત મેળ છે. આ પાવન પ્રસંગે મહા આરતી અને આકર્ષક આતશબાજી પણ યોજાઈ હતી. જેને નિહાળવા ભક્તો ઉમટી પડ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ એચ.એસ. પટેલ અને ધારાસભ્ય પાયલ કુકરાણીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. દશેરાના દિવસે દુર્ગત પર સુખતની વિજયગાથાનો આ પર્વ પરંપરાગત રીતે ઉજવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. તેમજ આ શુભ પ્રસંગે મહાઆરતી કરી આકર્ષક આતશબાજી પણ કરવામાં આવી હતી
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
