News of Friday, 3rd October 2025
અરબી સમુદ્રમાં વાવાઝોડું ''શક્તિ '' :આગામી 24 કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે :માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દ્વારકાથી લગભગ 250 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, નલિયાથી 270 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 300 કિમી પશ્ચિમ અને કરાચી (પાકિસ્તાન) થી 360 કિમી દક્ષિણમાં તે જ પ્રદેશ પર કેન્દ્રિત

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થયું છે અને 6 કલાકમાં 8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. સર્જાયેલા આ ચક્રવાતને 'શક્તિ'(Shakhti Cyclone) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આજે 3 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે 11:30 વાગ્યે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર રહેલું ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધશે.
હવામાન વિભાગ અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. તે ચક્રવાતી વાવાઝોડા 'શક્તિ' માં પરિવર્તિત થયું હતું અને આજે, 3 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 11:30 વાગ્યે 21.7 ઉત્તર અક્ષાંશ અને 66.8 પૂર્વ રેખાંશ નજીક, દ્વારકાથી લગભગ 250 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, નલિયાથી 270 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 300 કિમી પશ્ચિમ અને કરાચી (પાકિસ્તાન) થી 360 કિમી દક્ષિણમાં તે જ પ્રદેશ પર કેન્દ્રિત થયેલું હતું.
શરૂઆતમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં અને ત્યારબાદ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બની ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ, તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર અને તેને અડીને આવેલા મધ્ય અરબી સમુદ્રના કેન્દ્રીય ભાગો સુધી પહોંચવાની સંભાવના છે.
અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન આગામી દિવસોમાં વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 3 ઓક્ટોબર, 2025 થી 6 ઓક્ટોબર, 2025 સુધીની આગાહી બહાર પાડવામાં આવી છે, જે દર્શાવે છે કે આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનશે અને તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
