<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અમદાવાદમાં બોપલ ગામના સીમ વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો :આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો

લેબર કોલોનીમાં રહેતા નરેશ અને અન્ય લોકોએ બોલાચાલીની અદાવત રાખી હુમલો કર્યો હતો.

અમદાવાદમાં બોપલ ગામના સીમ વિસ્તારમાં બે દિવસ પહેલા યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપી નરેશનો આદિત્ય નામના યુવાન સાથે રાત્રીના સમયે ઝઘડો અને મારામારી થઈ હતી. બાદમાં સવારે આદિત્ય નામનો યુવાન મિત્ર સુનીલ સાથે કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણી ભરવા ગયો હતો. તે સમયે લેબર કોલોનીમાં રહેતા નરેશ અને અન્ય લોકોએ બોલાચાલીની અદાવત રાખી હુમલો કર્યો હતો. જેમાં નરેશે સુનિલને છરી મારતા મોત નીપજ્યું હતું. હત્યા કેસની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે  

(8:04 PM IST)