News of Friday, 3rd October 2025
દાહોદ જિલ્લામાં 10 કરોડ કરતાં વધુની વીજચોરી ? MGVCLની વિજિલન્સની ટીમ દ્વારા સઘન ચેકિંગ
અત્યાર સુધી 700 ઉપરાંત શંકાસ્પદ મીટર ઝડપાયા: 254 ઉપરાંત મીટરમાંથી પરીક્ષણ દરમિયાન 222માં ચોરી ઝડપાઈ

દાહોદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર 10 કરોડ કરતાં વધુની વીજચોરીને લઈ એમજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સમગ્ર દાહોદ જિલ્લામાં આશરે એક હજારની ટીમ દ્વારા જુદાજુદા તાલુકાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 700 ઉપરાંત શંકાસ્પદ મીટર ઝડપાયા હતા. 254 ઉપરાંત મીટરમાંથી પરીક્ષણ દરમિયાન 222માં ચોરી ઝડપાઈ, જે 2 કરોડ 70 લાખ ઉપરાંતની થાય છે. હાલ શંકાસ્પદ 400 ઉપરાંત મીટરની તપાસ બાકી છે. આ સઘન ચેકિંગ બાદ આ વીજચોરીનો આંકડો 10 કરોડ ઉપરાંત પહોંચી શકે તેમ છે.
દાહોદ જિલ્લા એમજીવીસીએલની તપાસમાં વેપારી, તબીબો નેતાઓના પણ વીજ ચોરીમાં નામ આવવાની શક્યતાઓ છે. એક મહિના ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એમજીવીસીએલ દ્વારા દાહોદ અને લીમડીમાં 400થી વધુ ઝાલોદમાં 60, લીમખેડામાં 25થી વધુ સહિત 600 શંકાસ્પદ વીજમીટરો પકડાયા છે. આ વીજચોરો સામે mgvclમાં એફઆઇઆર નોંધાઇ છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
