News of Friday, 3rd October 2025
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ :કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે
કમલમ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે:ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે:કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે

ગુજરાત ભાજપના પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા. સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિં સત્તાવાર જાહેરાત કરશે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સવારે સત્તાવાર જાહેરાત કરાસે. જે બાદ કમલમ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે. જેમા ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે.
સંગઠન મહામંત્રી રત્નાકર, સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સવારે 8.30 વાગ્યે જગદીશ પંચાલના ઘરેથી કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે. પ્રદેશ ભાજપ સંગઠનમાં અમદાવાદનો દબદબો વધ્યો છે. મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પણ અમદાવાદથી વરણી કરવામાં આવી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
