News of Saturday, 4th October 2025
એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદમાં પતિ સામે બળાત્કારની એફઆઇઆર
વિચિત્ર કેસમાં હાઇકોર્ટે પતિના આગોતરા જામીન મંજૂર કર્યા પતિએ હાઇકોર્ટમાં ઘટસ્ફોટ કર્યો કે, તેમના કાયદેસર લગ્ન થઇ ગયેલા છે, પુરાવા પણ રજૂ કર્યાઃહાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ફરિયાદી પત્નીની સંમંતિથી જ થયેલું આ કૃત્ય

અમદાવાદ તા.૪: એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ એકબીજાની નજર મળી જતાં પ્રેમમાં પડયા બાદ પ્રેમલગ્ન કરી લીધા બાદ યુવતીના પિતા અને અન્ય પરિજનોના વિરોધને લઈ અદાવતમાં ખુદ પતિ વિરૂદ્ધ લગ્ન બાદ બળાત્કારની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી હતી, જે કેસમાં ગુજરાત હાઇકોર્ટે અરજદાર પતિના આગોતરા જામીન મંજૂર કરતાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતુ કે, પ્રસ્તુત કેસમાં ફરિયાદી પત્નીની સંમંતિથી થયેલું જ આ કૃત્ય હતુ એમ પ્રથમદર્શનીય રીતે જણાઈ આવે છે, તેથી પતિની આવા કેસમાં કોઈ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર રહેતી નથી
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ પોતોના હુકમમાં વધુમાં ઠરાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં રેકોર્ડે પરથી સ્પષ્ટ થાય છે કે, અરજદાર પતિ અને ફરિયાદી પત્ની એક જ જ્ઞાતિના છે અને તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા બાદ પ્રણયસંબંધ બંધાતા બાદમાં મેરેજ કરી લીયા હતી અને તે અંગેના સંબંધિત દસ્તાવેજો પણ રેકર્ડ પર રજૂ કરાયા છે.
સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ટાંકતા હાઇકોર્ટે જણાવ્યું કે, આગોતરા જામીનનો મુદ્દો નિヘંિત કરતી વખતે પુરાવાઓની વિસ્તૃત તપાસ, કેસના ગુણધર્મને સ્પર્શતા વિગતવાર કારણો જે આરોપીને પૂર્વગ્રહયુકત બનાવી શકે છે, તેને ટાળવા જોઈએ. આ સંજોગોમાં અરજદાર પતિના શરતી આગોતરા જામીન મંજૂર કરવાનું યોગ્ય જણાય છે.
કંઈક રસપ્રદ અને વિચિત્ર એવા આ કેસમાં ખુદ પત્નીએ જ પોતાના પતિ વિરૂદ્ધબનાસકાંઠાના માવસારી પોલીસમથકમાં તેના પતિએ અમદાવાદની એક હોટલ સહિતના સ્થળે લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યા હોવા અંગેની ગંભીર ફરિયાદ કરી હતી. જો કે, અરજદાર પતિ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી આર્ગોતરા જામીન અરજી(સીઆરએમએ નંબર-૧૯૨૩૭/૨૦૨૫)માં એ મતલબનો ચોકાવનોરા ખુલાસો કરાયો હતો કે, અરજદાર અને ફરિયાદી એક જ શાતિના છે અને એકબીજાના પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણાં એકબીજાની સંમંતિથી ઘરેથી ભાગી ગયા હતા અને ગત તા. ૧૩-૬-૨૦૨૫ના રોજ અમદાવાદમાં લગ્ન કરી લીધા હતા. એ પછી તેઓ ફરવા પણ ગયા હતા અને જો કે, તા.૧૯-૯-૨૦૨૫ના રોજ તેની પત્નીના પરિવારજનો તેઓને આ લગ્ન મંજૂર નહી હોવાથી તેણીને બળજબરીપૂર્વક લઈને જતા રહ્યા હતા અને બાદમાં આ લગ્ન સામે તેમને વાંધો હોવાથી અરજદાર વિરૂધ્ધ તા.૨-૭-૨૦૨૫ના રોજ બળાત્કારની બિલકુલ ખોટી ફરિયાદ નોંધાવી હતી.
અરજદાર પતિ તરફથી હાઇકોર્ટ સમક્ષ જણાવાયું કે, એક પતિ પોતાની પત્ની પર બળાત્કાર કેવી રીતે કરી શકે અને એ પણ જયારે બંનેના પ્રેમ લગ્ન થયા હોય..? પતિએ તેના લગ્નના ફોટોગ્રાફસ, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર સહિતના જરૂરી પુરાવા પણ રજૂ કર્યા હતા.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
