News of Saturday, 4th October 2025
શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા સોમવારે‘‘આહીરોત્સવ-૨૦૨૫'' વાર્ષિક રાસોત્સવ યોજાશે

રાજકોટઃ શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા ૬ ઓકટોબર સોમવારે ‘‘અનેરી ગ્રીન પાર્ટી પ્લોટ'', અમદાવાદ ખાતે સાંજે ભવ્ય રાસ-ગરબા મહોત્સવ ‘‘આહીરોત્સવ-૨૦૨૫'' આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહીર સમાજના ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પરિધાન સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મન મૂકીને ગરબા રમશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, રજીસ્ટ્રેશન બાદ જ કયુઆર કોડના આધારે ડિજિટલ પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. તેમ બ્રિજેશ ભેડા (મો. ૦૯૫૧૦૭૬૫૪૩૨)એ જણાવ્યું છે.
ગાયક કલાકાર બાબુ આહીર (કચ્છ), ભાવેશ આહીર, જુલી આહીર, ગૌતમ આહીર, કલ્પેશ ડેર, રંજુ આહીર વગેરે ગરબાના તાલે ખેલૈયાઓને રાસ રમાડશે. આ આહીરોત્સવ-૨૦૨૫માં અમદાવાદ અને ગાંધીનગર જીલ્લામાં વસતા તમામ આહીર સમાજના ભાઈઓ અને બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પ્રમુખશ્રી તથા સમસ્ત કારોબારી સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આયોજનને સફળ બનાવવા માટે શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજના પ્રમુખ વજસીભાઈ આંબલીયાના માર્ગદર્શન હેઠળ સમાજના ઉપ-પ્રમુખશ્રીઓ જેન્તીભાઈ આંબલીયા, ભાર્ગવભાઈ બલદાણીયા, મંત્રી અશોકભાઈ પરડવા, ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા, સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર, સહ-મંત્રીઓ નયનભાઈ કરમુર, સંજયભાઈ છૈયા, અશોકભાઈ ચંદ્રવાડીયા, રમેશભાઈ બલદાણીયા, સામજીભાઈ જીંજાળા, તેમજ તમામ કારોબારી સભ્યો, પૂર્વપ્રમુખઓ, દાતાઓની, આઈ.ટી. ટીમ વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું આ યાદીમાં જણાવાયું છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
