News of Saturday, 4th October 2025
આહિર ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ગાંધીનગર (એસીસી)ની પ્રથમ સાધારણ સભા મળી
ચેરમેનપદે હર્ષ નંદાણિયા અને સેક્રેટરી તરીકે રાજસીભાઇ બેરીયાની વરણી

રાજકોટઃ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલા આહીર બચત મંડળ, ગાંધીનગરને સહકારી કાયદા અને નિયમો મુજબ રજીસ્ટ્રેશન કરીને નવા નામ અને નવા ધોરણે આગળ વધારવાનું નિયત થતાં સંસ્થા હવે આહીર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, ગાંધીનગર (ACC) તરીકે ઓળખાશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
વિજયાદશમીના શુભ દિવસે સંસ્થાની પ્રથમ સાધારણ સભા ખાંડ ભવન, સેકટર-૧૬ ખાતે યોજાઈ હતી. જેમાં સંસ્થાના પાયાના પથ્થર એવા શરૂઆતના સભ્યો તથા વડીલોના હસ્તે દીપ-પ્રાગટય કરવામાં આવેલ.ગાંધીનગરમાં વસવાટ કરતાં આહીર સમાજના સભ્યોએ પરિવાર સહીત વિશાળ સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
નીચે મુજબના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સર્વ શ્રી હર્ષ નંદાણિયા, (ચેરમેન) , નીતિનભાઈ ભાટીયા, (વાઇસ ચેરમેન) , રાજસીભાઈ બેરીયા, (સેક્રેટરી) અને , પરબતભાઈ કરમુર, (સહમંત્રી)
કારોબારી સભ્યો તરીકે સર્વ ભાવેશભાઈ કલસરિયા, હિંમતભાઈ હડિયા, રમીલાબેન ઝાલા, મંજુબેન જોગલ, મણીબેન ધુવા, રીંકલબેન કરંગિયા, નારણભાઈ પીઠીયા, જયંતિભાઈ આંબલીયા અને રાજકુમાર કનારા
જોગાનુજોગ, સહકારી આંતરરાષ્ટ્રીય વર્ષ ૨૦૨૫માં સંસ્થાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિ મુજબ મહીલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી કારોબારીમાં મહીલા સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અવસરે ‘‘આહીર બચત મંડળ, ગાંધીનગર''ના કુલ ૧૧૫૩ યુનિટના રૂા.૧૩,૮૩,૬૦૦/-ની રકમ શેરભંડોળ તરીકે કન્વર્ટ કરવાનું નિયત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ સભ્યો દ્વારા નવા સૂચિત શેર ભંડોળ તથા ફીકસ ડીપોઝીટ પેટે ચાલુ સભામાં જ રૂા.૨૧ લાખની નોંધણી થતાં, આહીર સમાજની સહકારી એકતા અને વિશ્વાસના પ્રતિબિંબનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હોવાનું શ્રી અશ્વિન જાટીયાએ જણાવ્યું છે.(૩૮.૨૩)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
