News of Saturday, 4th October 2025
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ માઇનોરેટી ડિપાર્ટમેન્ટની મીટીંગ મળી
ભાજપ ભાગલા પડાવો અને રાજ કરો તેવી નીતિરીતિ અપનાવે છેઃ અમિત ચાવડા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ તા.૪: અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટ વિસ્તળત કારોબારી મિટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાપ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ માં મળી હતી
સુજન સંગઠન અભિયાન ના ભાગરૂપે અમદાવાદ પી સી સી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ની કારોબારીની મીટીંગ વજીર ખાન ભાઇ પઠાણ ની આગેવાનોને તળે મળી હતી.
આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા જણાવેલ હતું કે કોંગ્રેસ પક્ષ સમાનતા અને સદભાવના વાળી પાર્ટી છે ભાજપે વિકાસ કર્યો જ નથી એટલે એ વિકાસ ના નામે મતો માગી શકે તેમ નથી ભાગલા પડાવો અને રાજ કરો તેવી નીતિરીતિ અપનાવી રહ્યા છે રાહુલગાંધી એ ૪૦૦૦ હજાર કિલો મીટર ની યાત્રા કાઢી હતી તે યાત્રા નું સૂત્ર હતું કે નફરત છોડો મહોબત અપનાવો મોટી મોટી વાતો અને જાહેરાતો કરતા હતા તે બાબત નું કશું ન કરી શકયા તેથી તેમની પોલ ખુલ્લી રહી છે આ બધી સમસ્યા ઓ નો હલ ગુજરાત અને કેન્દ્ર માં પરિવર્તન લાવો માઇનોરેટી વર્ષો થી કોંગ્રેસ પક્ષ સાથે વફાદારી થી રહ્યા છે એટલે દરેક કમિટી માં માઇનોરેટી નો સમાવેશ કરવા ની આદેશ આપી દીધો છે
આ તકે વજીરખાન પઠાણે જણાવેલ હતું કે ગુજરાત માં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ અલ્ફાજ નથી હિન્દુસ્તાન ની તરકી ભાઈ ચારા માટે અને વિકાસ માટે આપણે એક થઈ ને રહેવું પડશે
ભાજપ વાળા નાના નાના મુદ્દાઓ ને મોટા ઈશ્યૂ બનાવે છે અને લોકો ને ભડકાવા નું કામ કરે છે મુસ્લિમો ની એવી કોઈ વાત નથી કે હિન્દુભાઈ ઓ ની લાગણી દુભાણી હોય ગુજરાત માં હિન્દુ અને મુસ્લિમ એક થઈ ને રહે છે મુસ્લિમ અને.હિન્દુ સમાજ વચ્ચે ભાઈ ચારો છે વકફ બાબતે હિન્દુ સમાજ ને સાચી વાત સમજાવી પડશે જેથી કરી ને ભાજપ વાળા મુસ્લિમ વિરોધી માહોલ ઊભો ન કરે હવે હિન્દુ સમાજ ને સાચી વાત સમજાઈ ગઈ છે એટલે હવે ભાજપ સતા સ્થાને નહીં આવે
હિન્દુ મુસ્લિમ વચ્ચે ખોટી અફવા ફેલાવે છે તે દૂર કરવા ગુજરાત અને કેન્દ્ર માં ભાજપ ને પરાજિત આપશું તો જ હિન્દુ મુસ્લિમ વચ્ચે ના વિવાદ મટી જશે માઇનોરેટી ડિપાર્ટમેન્ટ નું સો ટકા મતદાન થાય તે દેશ અને સમાજ ના હિત માટે ની વાત છે
શ્રી પઠાણે એમ પણ જણાવેલ હતું કે બુથ લેવલ થી ગુજરાત ના સંગઠન સુધી નું કામ કરવું પડશે જો કોઈ કામ નહીં કરે તો તેમને ચલાવી નહીં લેવાઈ
આ પ્રસેગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી નઈમ મિર્ઝા એ સંગઠન બાબતે ખ્યાલ આપ્યો હતો અને યુવાનો ને કોંગ્રેસ સાથે વધુ ને વધુ જોડા તેમ જણાવી.
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ ભાઈ શેખે પણ સંગઠન બાબતે અને વકફ બાબતે માહિતી આપી હતી
આ તકે ઈરફાન પીરઝાદા સહિત ના મહાનુભાવો એ પ્રવચનો કરેલ હતા સંચાલન ગુજરાત ના વાઇસ ચેરમેન અને માઇનોરેટી ના ઇન્ચાર્જ નાસીર ખાન પઠાણે કરેલ હતું (૩.૧૦)
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
