<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ગુજરાતના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્‍થા વધારાની તૈયારીઃ ફીકસ પગારવાળાનો પગાર વધવાની શકયતા

૪.૭૮ લાખ જેટલા કર્મચારીઓ અને ૪.૮૦ લાખ જેટલા પેન્‍શનર્સને દીપોત્‍સવી ભેટ મળવાના સંજોગો

રાજકોટ, તા. ૪ :  ભારત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં વધારો કરતા તેના પગલે હવે  ગુજરાત સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્‍થુ વધારાનો લાભ મળે તેવી શકયતા ડોકાઇ રહી છે. વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓને દિપોત્‍સવી ભેટ તરીકે મોંઘવારી ભથ્‍થુ જાહેર થાય તેવી પ્રબળ શકયતા છે. સરકારી નોકરી મળ્‍યા પછી અમુક વર્ષ સુધી ફીકસ પગારમાં નોકરી કરતા રાજય સરકારના કર્મચારીઓના ફીકસ પગારમાં વધારો કરવાની પણ વિચારણા થઇ રહ્યાનું જાણવા મળે છે.

કેન્‍દ્ર સરકારે પપ ટકા મોંઘવારી ભથ્‍થ વધારીને પ૮ ટકા કર્યુ છે તેના ધોરણે રાજયના કર્મચારીઓને પણ ૩ ટકા જેટલા વધારા સાથે મોંઘવારી ભથ્‍થામાં લાભ મળે તેવા એંધાણ છે. દિવાળીના તહેવારો આવી રહ્યા છે તેમજ જીએસટી બચત ઉત્‍સવ ચાલી રહ્યો છે તેથી મોંઘવારી ભથ્‍થુ વધારાની જાહેરાત બહુ જલ્‍દીથી કરવામાં આવે તેવા નિર્દેશ છે. મોંઘવારી ભથ્‍થા વધારાની સાથે તેની ચુકવણીનો સમયગાળો જાહેર કરવામાં આવશે.  ફીકસ પગારના કર્મચારીઓના પગાર વધારાના માટે પણ નજીકના ભવિષ્‍યમાં સારો સમાચાર આવે તેવી શકયતા છે.

અત્ર ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ૪.૭૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને ૪.૮૦ લાખ જેટલા પેન્‍શનર્સ છે. તે બધાને મોંઘવારી ભથ્‍થાનો લાભ મળવા પાત્ર  છે. (૯.ર૮)

(4:12 PM IST)