News of Saturday, 4th October 2025
અંબાજી પંથકમાં ભારે વરસાદ : બપોર બાદ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજે ધોધમાર તૂટી પડ્યો
હાઈવે પાણીમાં ગરકાવ :અનેક વાહનચાલકો એને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા:બજારોમાં પણ કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનો બંધ કરવી પડી

અંબાજી પંથકમાં ભારે વરસાદ વરસ્યો. બપોર બાદ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજ થતા સુધીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને પગલે અંબાજીના માર્ગો પાણી પાણી થયા છે. બજારોમાં નદીઓ જોવા મળી છે. હાઈવે પાણીમાં ગરકાવ થયા છે. અનેક વાહનચાલકો એને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બજારોમાં પણ કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનો બંધ કરવી પડી હતી. પાછોતરા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે હાલ પડી રહેલા વરસાદને કારણે ઉભા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
