<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

સુરતના અડાજણમાં સબ રજિસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયો

જમીનના દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવા 2.5 લાખની લાંચ માગી હતી

સુરતઃ અડાજણમાં લાંચીયો સબ રજીસ્ટ્રાર ઝડપાયો છે.  ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ પકડ્યો. ફરિયાદીને સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે પૈસા લઈ બોલાવ્યો હતો. જમીનના દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવા 2.5 લાખની લાંચ માગી હતી.  ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા સબ રજીસ્ટ્રાર ઝડપાયો છે. ACBએ લાંચીયા અધિકારીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


 

(12:55 AM IST)