News of Sunday, 5th October 2025
કડીમાં હાહાકાર: એક જ વિસ્તારમાં થોડા કલાકોના અંતરે બે મહિલાઓની આત્મહત્યા, પોલીસ દ્વારા તપાસ શરૂ

મહેસાણા, કડી: જિલ્લાના કડી શહેરમાં આવેલ કરણ નગર રોડ પર શનિવારે બપોરના સમયે બે અલગ-અલગ સોસાયટીમાં રહેતી બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
એક જ વિસ્તારમાં ગણતરીના કલાકોના અંતરે બનેલી આ બે ઘટનાઓને પગલે બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રથમ બનાવ હરસિદ્ધિ સોસાયટીમાં બન્યો હતો, જ્યાં રહેતા જસ્મી પટેલે પોતાના ઘરના ઉપરના માળે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
થોડા સમય બાદ, કરણ નગર રોડ પરની ઓમકાર સોસાયટીમાં રહેતા પાયલ ગોસ્વામીએ પણ પોતાના ઘરના ઉપરના માળે સાડી વડે ગળે ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમને પણ હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
કડી પોલીસે બંને મામલે ગુનો નોંધી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મહિલાઓના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સામૂહિક આત્મહત્યાના બનાવોએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
