<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

છેલ્‍લા ૩ દિવસમાં શિંગતેલમાં ૩૦ નો વધારોઃ કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઘટાડો

બજારમાં ચાલી રહેલી ભાવની રમતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં ચાર દિવસ પહેલા પ્રતિ મણ મગફળીના ન્યૂનતમ ભાવ રૂપિયા 890 હતા, જે આજે ઘટીને રૂપિયા 721 સુધી પહોંચી ગયા છે

અમદાવાદઃ  ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થતાં 66 લાખ ટન જેટલો મગફળીનો મબલખ પાક ઉતર્યો છે, તેમ છતાં સરકારના અપૂરતા ટેકાના ભાવની ખરીદીના નિર્ણય અને તેલ લોબીની નફાખોરીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારે માત્ર 19% મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેતાં ખેડૂતોને મજબૂરીવશ માર્કેટ યાર્ડમાં નીચા ભાવે પોતાનો પાક વેચવો પડી રહ્યો છે.

 બજારમાં ચાલી રહેલી ભાવની રમતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં ચાર દિવસ પહેલા પ્રતિ મણ મગફળીના ન્યૂનતમ ભાવ રૂપિયા 890 હતા, જે આજે ઘટીને રૂપિયા 721 સુધી પહોંચી ગયા છે. આમ, ખેડૂતોને મગફળીના ભાવમાં પ્રતિ મણ આશરે 100થી 150 રૂપિયા જેટલો મોટો ઘટાડો મળ્યો છે.

 આનાથી તદ્દન વિપરીત સ્થિતિ તેલ બજારમાં છે. તેલ લોબીએ કોઈ દેખીતા કારણો કે પરિબળો વગર નફાખોરી માટે છેલ્લા ચાર દિવસમાં રોજ રૂપિયા 10 લેખે સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો કૃત્રિમ વધારો ઝીંકી દીધો છે. 15 કિલો સિંગતેલના ડબ્બાના ભાવ જે રૂપિયા 2250-2300 હતા તે વધીને રૂપિયા 2290-2340 થયા છે. મગફળી સસ્તી થવા છતાં સિંગતેલ મોંઘું થતા ખેડૂતો અને ગ્રાહકો એમ બંને પક્ષે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે.

(3:57 PM IST)