તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 5th October 2025
CTM એક્સપ્રેસ હાઈવે પર નવી બસની ખુશીમાં રસ્તો રોકી આતશબાજી કરી ભારે પડીઃ પોલીસ બે નબીરાઓની કરી ધરપકડ
આ નબીરાઓએ નવી લક્ઝરી બસને હાઈવેના વચ્ચોવચ ઊભી રાખીને એક તરફનો આખો રસ્તો બ્લોક કરી દીધો હતોઃ હાથમાં ફાયર ગન રાખીને જાહેર રોડ પર આડેધડ ફટાકડા ફોડીને જોખમી આતશબાજી કરી હતી.

અમદાવાદઃ અમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવે પર તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી એક બેફામ ઉજવણીએ ગંભીર કાયદાકીય મુશ્કેલી ઊભી કરી છે. નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં ટ્રાવેલ્સના બે કર્મચારીઓએ જાહેરમાં લોકોના જીવ જોખમમાં મૂકીને એક્સપ્રેસ હાઈવેનો એક તરફનો રસ્તો રોક્યો હતો અને ત્યારબાદ ફાયર ગન દ્વારા આડેધડ આતશબાજી કરીને ઉત્પાત મચાવ્યો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
CTM એક્સપ્રેસ હાઈવે એક અત્યંત વ્યસ્ત માર્ગ છે, જ્યાંથી મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓની અવરજવર હોય છે. ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલ નવી બસ લાવવાની ખુશીમાં એટલા બેફામ બન્યા કે તેમણે જાહેર સલામતીની પરવા ન કરી.
આ નબીરાઓએ નવી લક્ઝરી બસને હાઈવેના વચ્ચોવચ ઊભી રાખીને એક તરફનો આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તેમણે હાથમાં ફાયર ગન રાખીને જાહેર રોડ પર આડેધડ ફટાકડા ફોડીને જોખમી આતશબાજી કરી હતી. આ બેફામ ઉજવણીને કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો, અને ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
