<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

અમદાવાદના પાલડીમાં વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ ભભૂકી : અંદાજે 10 જેટલા બાળકો દાખલ હોવાના હેવાલ

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું : કોચરબ આશ્રમ સામે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી

અમદાવાદના પાલડી વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. કોચરબ આશ્રમ સામે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અંદાજે 10 જેટલા બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. જો કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

(4:55 PM IST)