News of Sunday, 5th October 2025
રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)ની મોટી સફળતા : નવસારીના વાંસદામાંથી રૂ. ૧૦.૪૬ લાખના વિદેશી દારૂ, વાહન અને મુદ્દામાલ સાથે પાંચ આરોપી ઝડપાયા:જુઓ વિડીયો
નિર્પણ ગામના ખેતરમાં દરોડા દરમિયાન ૨૦૧૯ બોટલ વિદેશી દારૂ જપ્ત : SMC દ્વારા પાંચ આરોપીની ધરપકડ : મુખ્ય સૂત્રધાર શિવા રબારી સહિત ત્રણ વોન્ટેડ જાહેર

નવસારી: રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિર્પણ ગામમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMCની ટીમે ખેતરમાં દરોડો પાડીને રૂ. ૧૦,૪૬,૯૧૬ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડાની વિગતો:
* સ્થળ: વાંસદા તાલુકાના નિર્પણ ગામમાં બુઢિયાભાઈ દેશમુખના ખેતરમાં.
* જપ્ત મુદ્દામાલ:
* વિદેશી દારૂની બોટલો/ટીન: ૨૦૧૯ નંગ (કિંમત રૂ. ૩,૬૧,૯૧૬/-)
* વાહનો: ૪ નંગ (કિંમત રૂ. ૬,૫૦,૦૦૦/-)
* મોબાઈલ ફોન: ૫ નંગ (કિંમત રૂ. ૩૫,૦૦૦/-)
* કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૪૬,૯૧૬/-
આ દરોડા દરમિયાન SMC દ્વારા પ્રોહિબિશન એક્ટની કલમો ૬૫(A)(E), ૮૧, ૮૩, ૧૧૬(B) અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમનો કબજો વધુ કાર્યવાહી માટે વાંસદા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ (કુલ ૫):
* બુઢિયાભાઈ બંસિયાભાઈ દેશમુખ (રહે. નિર્પણ, વાંસદા)
* પ્રવીણભાઈ મોહનભાઈ દડવી (રહે. નિર્પણ, વાંસદા)
* અંકાશ ગુલાબભાઈ ચૌધરી (રહે. નિર્પણ, વાંસદા)
* રિંકેશ રસ્તુભાઈ કુંવર (રહે. વાંગણ, વાંસદા)
* રાજુરામ રૂપાજી રબારી (રહે. વાંસદા) – (ડ્રાઈવર)
વોન્ટેડ આરોપીઓ:
આ રેકેટનો મુખ્ય સૂત્રધાર શિવા મેજલારામ રબારી તેમજ સંતોષ પટેલ અને ક્રેતા કારના ડ્રાઇવર સહિત કુલ ત્રણ આરોપીઓને SMC દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCના પીઆઇ એમ. એસ. ત્રિવેદીના નેતૃત્વમાં આ સફળ કામગીરી કરવામાં આવી હતી.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
