<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

અમદાવાદના પ્રહલાદનગરમાં પિત્ઝા બ્રાંચની મફત પિત્ઝાની ઓફર: ભારે ભીડ ઉમટી પડી :જુઓ વિડિઓ

બપોરે 12થી 2 વાગ્યા સુધી મફત પિત્ઝાનું વિતરણ થવાનું હોવાથી સવારથી જ લોકોની લાઇનો લાગી ગઇ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક પિત્ઝા બ્રાન્ચ દ્વારા અપાયેલી મફત પિત્ઝાની ઓફરને કારણે આજે ભારે ભીડ ઉમટી પડી હતી. બપોરના સમયે બે કલાક માટે મફત પિત્ઝા આપવાની જાહેરાત થતાં જ દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા હતા, જેના પરિણામે સ્થળ પર લાંબી કતારો જોવા મળી હતી. પિત્ઝા બ્રાંચ બહાર એકઠી થયેલી લાંબી ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રહલાદનગર વિસ્તારમાં એક પિત્ઝા બ્રાંચ દ્વારા ફ્રીમાં પિત્ઝા આપવામાં અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જે અંગેની માહિતી સોશિયલ મીડિયામાં ફરતી થઇ ગઇ હતી. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મમાં આ માહિતી ફરતી થતાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બપોરે 12થી 2 વાગ્યા સુધી મફત પિત્ઝાનું વિતરણ થવાનું હોવાથી સવારથી જ લોકોની લાઇનો લાગી ગઇ હતી. જે પ્રકારે સરકારી કચેરી બહાર આધારકાર્ડ કે રેશનકાર્ડ કે પછી ખાતર લેવા માટે લાંબી લાઇનો જોવા મળતી હોય છે. એ પ્રકારની લાઇન પિત્ઝા બ્રાંચની બહાર જોવા મળી હતી.

 

જાણવા મળ્યા અનુસાર, આ જાહેરાત બાદ આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડશે તે અંગેનો અંદાજો આયોજકોને પણ ન હતો. જેના કારણે સ્થળ પર અવ્યવસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. પિત્ઝા બ્રાન્ચ બહાર ઉમટેલી ભીડમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ વીડિયો અને નાના બાળકો તેમજ આખો પરિવાર પણ જોવા મળ્યો હતો.

નિર્ધારિત સમય મર્યાદા એટલે કે બપોરે 2 વાગ્યા બાદ મફત પિત્ઝાનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે મોટી સંખ્યામાં લોકો નિરાશ થઈને પરત ફર્યા હતા, કારણ કે તેઓને મફત પિત્ઝાનો લાભ મળી શક્યો નહોતો. આ ઘટનાએ અમદાવાદીઓની ખાણીપીણી પ્રત્યેની ઉત્સુકતાને ફરી એકવાર પ્રકાશિત કરી છે.

(8:12 PM IST)