<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

લેખક-વકતા જય વસાવડાનો જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૬: ગુજરાતી સાપ્તાહિકો- અખબારો - મેગેઝીનો અને પૂર્તિઓમાં છેલ્લા ૨૮ વર્ષથી લાજવાબ લેખન પીરસનાર સુપર વક્‍તા જય વસાવડાનો આજે તા.૬ ઓક્‍ટોબરને સોમવારે જન્‍મદિવસ છે.

૬ ઓક્‍ટોબર ૧૯૭૩ ના રોજ રાજકોટના ગોંડલ મુકામે જન્‍મેલા જય વસાવડા ઘેર બેઠા પ્રાથમિક શિક્ષણ મેળવ્‍યું હતું. તેમણે ૧૭ જેટલા પુસ્‍તકો લખ્‍યા તો અંદાજે ૪,૦૦૦ જેટલાથી વધુ પ્રવચનો આપ્‍યા છે.

રાજકોટની ભાલોડીયા કોલેજમાં બે વર્ષ તેમણે લેક્‍ચર અને ત્રણ વર્ષ પ્રિન્‍સિપાલ તરીકે કામ કર્યું હતુ. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ તેવો ખેડી ચૂકયા છે વિજ્ઞાન ધર્મ આધ્‍યાત્‍મ રાજકારણ ફિલ્‍મ કે કોઈપણ વિષય હોય તેના પ્રવચનોમાં તે વિષયની ઊંડાઈ સરળ સમજ અને શ્રોતાઓને રસ તરબોળ જકડી રાખે છે.

ફિલ્‍મી દુનિયાના લેખન અને વક્‍તવ્‍ય ઉપર તેઓની એટલી બધી જબરદસ્‍ત પકડ છે કે શ્રોતાઓ તેને સાંભળવા આતુર હોય છે.ફેસબુક, ઇનસ્‍ટાગ્રામ અને યુ ટયુબ ઉપર તેના ચાહકો છે. તેમના જન્‍મદિનને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ (મો.૯૮૨૫૪ ૩૭૩૭૩ ઉપર થઈ રહ્યો છે. 

(11:57 AM IST)