News of Monday, 6th October 2025
શાળાઓમાં દિવાળીની 21 દિવસની રજા: 6 નવેમ્બરથી ફરી ધમધમશે : જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષાઓ
બીજું શૈક્ષણિક સત્ર 6 નવેમ્બર, 2025 થી 3 મે, 2026 સુધી રહેશે, જેમાં 144 દિવસ રહેશે.

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ 2025-26 શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે ગુજરાતની શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2025 સુધી 21 દિવસની દિવાળીની રજા રહેશે. જે બાદ બીજું શૈક્ષણિક સત્ર 6 નવેમ્બર, 2025 થી 3 મે, 2026 સુધી રહેશે, જેમાં 144 દિવસ રહેશે.
ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026 થી 16 માર્ચ, 2026 દરમિયાન લેવામાં આવશે.
ગુજરાત બોર્ડના 2025-26 શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે, પ્રથમ શૈક્ષણિક સત્ર 9 જૂનથી 15 ઓક્ટોબર, 2025 સુધીનું છે, જેમાં 105 દિવસ છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2025 સુધી 21 દિવસની દિવાળીની રજા રહેશે. બીજું શૈક્ષણિક સત્ર 6 નવેમ્બર, 2025 થી 3 મે, 2026 સુધી રહેશે, જેમાં 144 દિવસ રહેશે. આ પછી 4 મે થી 7 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. શૈક્ષણિક વર્ષ 2026-27 8 જૂન, 2026 થી શરૂ થશે.
ગુજરાતની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન કુલ 249 દિવસનું શૈક્ષણિક સત્ર છે, જેમાંથી 240 દિવસ સામાન્ય વર્ગો યોજાશે. આમાં 9 દિવસની સ્થાનિક રજાઓનો સમાવેશ થાય છે. 21 દિવસની દિવાળીની રજા, 35 દિવસની ઉનાળાની રજા, 15 દિવસની તહેવારની રજાઓ અને 9 દિવસની સ્થાનિક રજાઓ, કુલ 80 દિવસની રજાઓ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
