તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 6th October 2025
જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ વધુ મજબુત બનશે
પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા ભુપત બોદર

રાજકોટ, તા., ૬ : ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની વરણીને આવકારી અભિનંદન પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું કે. સંગઠન જીવનમાં જમીનથી જોડાયેલા નેતા તરીકે જાણીતા જગદીશભાઈ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીમાં બુથપ્રમુખથી કારકિર્દી શરૂ કરી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખથી માંડીને રાજ્ય મંત્રી સુધીની જવાબદારીઓ નિભાવતાં પોતાનો કાર્યકુશળતા અને સંગઠન પ્રત્યેની સમર્પિતતા સાબિત કરી છે. જગદીશભાઈએ અત્યાર સુધી ભાજપના વિવિધ હોદ્દા પર રહીને સંગઠનને મજબૂત બનાવવા અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.જગદીશભાઈ વિશ્વકર્માની નેતાગીરી હેઠળ ગુજરાત ભાજપ વધુ મજબૂત બનશે અને સંગઠનના તમામ વર્ગોને સમાવી આગળ વધશે. તેમનો અનુભવ, વફાદારી અને સંગઠન પ્રત્યેની તલસ્પળહા, ભાજપના ભવિષ્યને નવા શિખરો સુધી લઈ જશે તેમ ભુપત બોદર જણાવે છે. (૪.૬)
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
