News of Monday, 6th October 2025
ગુજરાતમાંથી બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય લેશેઃ બે દિ' છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડશે
\વાવાઝોડુ ‘શક્તિ' સૌરાષ્ટ્ર-કચ્છના કિનારાથી ૯૦૦ કિ.મી. દુર, સિસ્ટમ્સ નબળી પડી દરિયામાં જ વિલીપ્ત થઈ જશે : ૮મી બાદ મોટાભાગે વાતાવરણ સુકુ જ રહેશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતમાંથી વિદાય લેશે. જ્યારે વાવાઝોડુ ‘શક્તિ' સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારાથી ૯૦૦ કિ.મી. દૂર છે. આ સિસ્ટમ્સ નબળી પડી દરિયામાં જ વિલીપ્ત થઈ જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાંથી દક્ષિણ પヘમિ ચોમાસુ વિદાય થવાની સંભાવના છે. ટ્રોપિકલ સ્ટોર્મ ‘શક્તિ' સૌરાષ્ટ્ર/કચ્છ કિનારાથી ૯૦૦ કિમીથી વધુ દૂર છે. હાલમાં આ ચક્રવાત ટ્રેક પૂર્વ-દક્ષિણપૂર્વ દિશા તરફ છે. આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાકમાં નબળી થઈ ડિપ્રેશન સ્તર સુધી પહોંચવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તે સિસ્ટમ્સ દરિયામાં વિલિપ્ત થવાની શક્યતા છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૬ થી ૧૩ ઓક્ટોબર સુધી આગાહી કરતાં જણાવે છે કે ૮ ઓક્ટોબર સુધી આઇસોલેટેડ/છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા ની શક્યતા છે. ત્યારબાદ મોટા ભાગે સુકું હવામાન રહેશે.(૪૦.૨૨)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
