<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહેશે : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા

અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે :માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ : રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે આગામી . 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 7 અને 8 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ વધુ રહેશે. 8 ઓક્ટોબર બાદથી વરસાદી વાતાવરણ હળવું થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ  હળવો વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

(7:37 PM IST)