News of Monday, 6th October 2025
વડોદરા રેલવે પોલીસે અમદાવાદ પૂરી એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજો ઝડપ્યો
વડોદરામાંથી 15 કિલો અને સુરત ખાતેથી 11 કિલો કુલ મળીને 26 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત: રેલવે પોલીસે કુલ 2,76,000ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપ્યો

વડોદરા રેલવે પોલીસે અમદાવાદ પૂરી એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજો ઝડપ્યો છે. વડોદરા અને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત કરાઇ કામગીરી. વડોદરા રેલવે પોલીસે સ્નિફર ડોગ ફાસ્ટરની મદદથી પાર પાડ્યું સમગ્ર ઓપરેશન. અમદાવાદ પૂરી એક્સપ્રેસના એસ-1 તથા જનરલ કોચના કોરીડોરમાંથી બિનવારસી 15 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. સુરત રેલવે સ્ટેશન ખાતેથી દોંડ– ગ્વાલિયર એક્સપ્રેસમાંથી અન્ય એક ઇસમ પાસેથી 11 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો. વડોદરામાંથી 15 કિલો અને સુરત ખાતેથી 11 કિલો કુલ મળીને 26 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત છે. રેલવે પોલીસે કુલ 2,76,000ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
