હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાકરોલમાં અસમાજિક તત્વોએ લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી આતંક મચાવ્યો :પોલીસે માફી મંગાવી
આણંદનાં બાકરોલમાં શ્રી બંગલોઝમાં સ્ટ્રીટ પરનાં શ્વાનને લઈને થયેલી સામાન્ય બોલાચાલીમાં અસામાજિક તત્વોનું ટોળું લાકડી-ડંડા લઈ સોસાયટીમાં પહોંચ્યું હતું

આણંદનાં બાકરોલમાં આવેલ શ્રી બંગલોઝમાં સ્ટ્રીટ પરનાં શ્વાનને લઈને થયેલી સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બન્યો હતો અને ગત શનિવારે અસામાજિક તત્વોનું ટોળું લાકડી-ડંડા લઈ સોસાયટીમાં પહોંચ્યું હતું અને જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ સમગ્ર સોસાયટીને બાનમાં લીધી હતી. આરોપીઓએ વાહનોમાં તોડફોડ કરી ડરનો માહોલ ઊભો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોનાં આધારે સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી હતી.
વલ્લભવિદ્યાનગરમાં જાહેર સ્થળોએ પોલીસે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં પણ પોલીસે આરોપીને હાથ જોડાવીને લોકોની માફી પણ મગાવી હતી. પોલીસે બાકરોલ ગેટ, શહીદ ચોક, મોટા બજાર ચોકડી વિસ્તારમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. જાહેરમાં હુમલો કરનારાઓમાં બિલ્ડર ઉમંગ ઇનામદાર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
