<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અમરોલી પોલીસની ટીમના કોસાડ આવાસમાં દરોડો: ગેરકાયદેસર સંગ્રહ કરેલો 8.59 લાખનો વિસ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી લીધો

પોલીસે મહિલા સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરમાં અમરોલી પોલીસની ટીમે અમરોલી કોસાડ આવાસમાં રેડ કરી હતી અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલો 8.59 લાખની કિંમતનો વિસ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે મહિલા સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગેરકાયદેસર વગર પાસ પરમીટે અને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો રાખ્યા વગર સ્ફોટક ફટાકડાનો સંગ્રહ રાખ્યો હતો. જેને લીધે લોકોની જિંદગી જોખમમાં મુકાઈ કે હાની થવાની સંભવ છે. તેવી રીતે બેદરકારીથી ફટાકડાનો સંગ્રહ કરીને રાખતા ઈસમો વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરતમાં અમરોલી પોલીસે કોસાડ આવાસમાં રેડ કરીને 8.59 લાખની કિંમતનો વિસ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અમરોલી પોલીસની ટીમે કોસાડ આવાસ એચ-૦૫ માં બે અલગ અલગ બિલ્ડીંગમાં રેડ કરી હતી અને ત્યાંથી કુલ 8,59,595 રૂપિયાની કિમંતનો ગેરકાયદેસર સંગ્રહ કરી રાખેલો ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે મનોજભાઈ ચતુરભાઈ દેવીપુજક [ઉ.34] અને સંગીતાબેન અનીલભાઈ [ઉ.32]ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:52 PM IST)