News of Monday, 6th October 2025
ગોધરાના કેવડિયા ગામમાં બે કિશોરના પાણી ભરેલા ચેકડેમમાં ડૂબી જતાં કરૂણ મોત
પરીક્ષા આપી પરત ઘરે જતી વેળાએ એક કિશોરનો પગ લપસી જતાં પાણી ભરેલા ચેકડેમમાં ખાબકયો જેને બચાવવામાં અન્ય સાથી કિશોર પણ પાણીમાં ડૂબી ગયો

ગોધરાના કેવડિયા ગામમાં બે કિશોરના પાણી ભરેલા ચેકડેમમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજયાં છે. પરીક્ષા આપી પરત ઘરે જતી વેળાએ અચાનક એક કિશોરનો પગ લપસી જતાં પાણી ભરેલા ચેકડેમમાં ખાબકયો હતો. જેને બચાવવામાં અન્ય સાથી કિશોર પણ પાણીમાં ડૂબી ગયો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. મૃતક કિશોરમાં એક ગોધરા તાલુકાના ધોળી ગામનો અને બીજો કિશોર કેવડીયા ગામનો રહેવાસી છે.
સ્થાનિકોને જાણ થતાં જ પાણીમાં ડૂબી ગયેલા કિશોરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એક કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય એક કિશોરને ફાયર બ્રિગેડ ટીમે પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો અને બંને કિશોરના મૃતદેહને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીએમ.માટે લાવવામાં આવ્યા છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
