હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 6th October 2025
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટરે નોટિસ ફટકારી : 14મીએ હાજર રહેવા આદેશ
ઓડિટ હિસાબ અને ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ના કરાતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટર દ્વારા નોટિસ પાઠવાઈ

અમદાવાદ : પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટરે નોટિસ ફટકારતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ઓડિટ હિસાબ અને ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ના કરાતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટર દ્વારા નોટિસ પાઠવાઈ છે. 14 ઓક્ટોબરે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. 3 નાણાકીય વર્ષના ઓડિટ અને વિધાનસભા-લોકસભા ચૂંટણીનો હિસાબ રજૂ ના કરતા કાર્યવાહી કરવામાં આવી છે. 14 ઓક્ટોબરે મિટિંગમાં હાજર ના રહે તો ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાશે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
