News of Monday, 6th October 2025
સુરત મહાનગરપાલિકા દ્વારા શેર બોન્ડ જાહેર કર્યા : બમ્પર પ્રતિસાદ
પ્રથમ વખત પાલિકા અને લોકોએ ઇન્ટરનેશન ગ્રીન બોન્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું :અત્યાર સુધીમાં 7.50 ટકા સુધી ઓવર સબસ્ક્રાઈબ થયું

સુરત મહાનગરપાલિકા દ્વારા શેર બોન્ડ જાહેર કર્યા છે. પાલિકા દ્વારા 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. જેને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. પાલિકા તરફે લોકોનો વિશ્વાસ આજે દેખાય છે. શહેરના નાગરિકોને 15 ટકા રિટેલર તરીકે રાખવામાં આવ્યા છે. શહેર માટે આજે ઐતિહાસિક દિવસ કહેવામાં આવ્યો છે. પ્રથમ વખત પાલિકા અને શહેરના લોકોએ ઇન્ટરનેશન ગ્રીન બોન્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું કહેવાયુ છે. અત્યાર સુધીમાં 7.50 ટકા સુધી ઓવર સબસ્ક્રાઈબ થયું છે. ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં ગ્રીન બોન્ડ ને મૂકવામાં આવ્યું. ઇન્વેસ્ટર્સ માટે આ ગ્રીન બોન્ડ છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
