હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી
શાળા સંચાલકોને બે દિવસમાં જવાબ આપવા જણાવાયું :ધોરણ ૯ અને ૧૧ પાસે પરીક્ષા ફી પ્રોજેક્ટ ફી લેવા અંગે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે

અમદાવાદ, તા.૬
અમદાવાદની કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. શાળાના વહિવટમાં અનિયમીતતા જણાતા નોટિસ ફટકારાઇ છે અને શાળા સંચાલકોને બે દિવસમાં જવાબ આપવા જણાવાયું છે.
અમદાવાદની કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને અનિયમિતતા જણાતા DEO એ નોટિસ ફટકારી છે અને ૮ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે.કૃષ્ણનગરમાં આવેલી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ફીમાં વિસંગતતા જણાઇ આવતા ખુલાસો મંગાયો છે. આ ઉપરાંત તપાસમાં શાળા પાસે બીયુ પરમિશન પણ ના હોવાનું સામે આવ્યું છે.તપાસમાં જણાયું છે કે શાળા દ્વારા ધો.૧૧,૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં વધુ ફી વસૂલાતી હતી. ડીઇઓએ શાળા સંચાલકોને ચીમકી આપી છે કે આ નોટિસ મામલે શાળા ખુલાસો નહિ કરે તો માન્યતા રદ કરવા સૂચના પણ અપાઇ છે.જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળાની મુલાકાત દરમિયાન અનિયમિતતા જણાતા નોટિસ ફટકારાઇ છે. આ ગ્રાન્ટેડ શાળામાં લેવામાં આવતી ફી મા વિસંગતતા જણાઈ આવી છે. ધોરણ ૯ અને ૧૧ પાસે પરીક્ષા ફી પ્રોજેક્ટ ફી લેવા અંગે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે તો ધોરણ ૧૧ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતા વધુ ફી લેવાની પણ ઘટના પણ સામે આવી છે. જોકે શાળા સંચાલકોએ આ મામલે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
