<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

નવા ૯ મ્‍યુ.કોર્પોરેશનની પહેલી ટર્મમાં માત્ર એક જ OBC પુરુષ મેયરપદે પહોંચી શકશે!

ગોઠવણઃ સ્‍થાનિક સ્‍વરાજ્‍યમાં ૨૭% અનામતથી OBC માટે તકો વધી પણ : મહેસાણા અને વાપી કોર્પોરેશનમાં પહેલી ટર્મમાં બ્‍ગ્‍ઘ્‍ મહિલા માટે મેયરનું પદ અનામતઃ પોરબંદર, નવસારી અને નડિયાદ કોર્પોરેશનમાં પહેલી ટર્મમાં મેયરનું પદ ‘સામાન્‍ય' રહેશેઃ આદિવાસી બાહુલ્‍ય ધરાવતા એક માત્ર નવસારીમાં STને મેયરપદ છેક બીજી ટર્મમાં મળશે

અમદાવાદ,તા.૭: સુપ્રિમ કોર્ટના આદેશના ૧૩-૧૪ વર્ષો પછી ગુજરાત સરકારે રાજ્‍યની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં જનપ્રતિનિધિત્‍વ માટે અન્‍ય પછાત વર્ગ-OBC સમુહ માટે અનામત રહેતી ૧૦ ટકા બેઠકો વધારીને ૨૭ટકા કરી છે. આ કારણે પછાત વર્ગોના રાજકીય જનપ્રતિનિધિત્‍વની તકોમા ૧૭ ટકાનો વધારો તો થશે પરંતુ, જાહેર વહિવટ- સંચાલનના મેયર-પ્રમુખપદે પુરૂષ કરતા મહિલાને પ્રથમ તક ઉપલબ્‍ધ થાય તેવુ ચિત્ર શહેર વિકાસ વિભાગે પ્રસિધ્‍ધ કરેલા નવ નવિન મ્‍યુનિસિપલ કોર્પોરેશનના રોટેશન સંબંધિત ડ્રાફટ નોટિફિકેશનમાંથી ઉપસ્‍યું છે! આ ૯ મ્‍યુ. કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષની પહેલી ટર્મમાં મેયરના કુલ ત્રણ પદો OBC વર્ગ માટે અનામત સુચવાયા છે. જેમાંથી બે મહિલા અને પુરૂષ માત્ર એક જ છે !

રાજ્‍ય ચૂંટણી આયોગ ૯ નવિન અને દ હયાત એમ કુલ મળી ૧૫ મ્‍યુ. કોર્પોરેશન, ૩૪ જિલ્‍લા પંચાયત અને ૨૫૦ તાલુકા પંચાયતો તેમજ ૭૧ નગરપાલિકાઓમાં આવનારા જાન્‍યુઆરીમાં સામાન્‍ય ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યુ છે. રાજકીય પક્ષો સાથે સીમાકંન સંબંધિત મુદ્દે પરામર્શ બેઠકો યોજી રહ્યુ છે. આ દરમિયાન સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થામાં અમલમા આવેલા ૨૭ ટકા અનામતને સાંકળીને શહેરી વિકાસ વિભાગે નવરચિત નવ મહાનગર પાલિકામાં મેયરના પદ માટે અનામતના શિડ્‍યુલ અંગે ડ્રાફટ નોટિફિકેશન પ્રસિધ્‍ધ કર્યુ છે. જેમાં પહેલી ટર્મ- ૨.૫ વર્ષ માટે ત્રણ શહેરો અનુક્રમે નવસારી, પોરબંદર અને નડિયાદમાં મેયરનું પદ 'સામાન્‍ય' રાખવા અને કરમસદ-આણંદ તેમજ ગાંધીધામમાં આ પદ ‘મહિલા' માટે અનામત રાખવા સુચવાયુ છે. આ પાંચ મહાનગરો સિવાયના સુરેન્‍દ્રનગરમાં પહેલી જ ટર્મ અનુસૂચિત જાતિ- SC માટે રિર્ઝવ રાખાયુ છે. જયારે મહેસાણા, વાપીમાં પહેલી ટર્મના મેયરનું પદ ‘‘OBC મહિલા' માટે અનામત રાખવા કહેવાયુ છે. નવ શહેરોમાંથી એક માત્ર મોરબીમાં જ પહેલી ટર્મ OBCને માટે અનામત રહેશે, જેથી માત્ર મોરબીમાં જ પહેલી ટર્મના મેયરપદે કોઈક OBC પુરૂષ માટે તક ઉપલબ્‍ધ થઈ શકશે !

૯ મ્‍યુ. કોર્પોરેશનમાં મેયરપદની ગોઠવણમાં બીજી ટર્મ અર્થાત પાછળના અઢી વર્ષમાં OBC પુરૂષ માટે ગાંધીધામમં જ તક ઉપલબ્‍ધ થઈ શકશે. માત્ર OBC જ નહિ, ગુજરાતમાં નવી ૯ મ્‍યુ. કોર્પોરેશનની રચનાથી મહાનગરમાં અનુસૂચિત જનજાતિ- ST વર્ગના જનપ્રતિનિધીને પણ મેયરની તક ઉપલબ્‍ધ થશે. કારણ કે, નવસારી રાજયમાં સૌથી વધુ આદિવાસી બાહુલ્‍ય ધરાવતુ મહાનગર છે. જ્‍યાં મેયરપદની બીજી ટર્મ ST મહિલા માટે અનામત ઠેરવાઈ છે. 

૯ નવી મનપાઓમાં મેયરપદ માટે અનામતનું રોટેશન

મ્‍યુનિસિપલ કોર્પોરેશન  પ્રથમ અઢી વર્ષ મહિલા    બીજા અઢી વર્ષ

કરમસદ- આણંદ        મહિલા                      સામાન્‍ય

નડિયાદ                 સામાન્‍ય                    મહિલા     

મહેસાણા                મહિલા પછાત વર્ગ         સામાન્‍ય   

ગાંધીધામ               મહિલા                      પછાત વર્ગ

મોરબી                  પછાત વર્ગ                 મહિલા

વાપી                    મહિલા પછાત વર્ગ         સામાન્‍ય

સુરેન્‍દ્રનગર              અનુસૂચિત જાતિ            મહિલા પછાત વર્ગ

પોરબંદર                મહિલા                      સામાન્‍ય

નવસારી       સામાન્‍ય       મહિલા અનુસૂચિત જનજાતિ

(10:24 AM IST)