<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

નવરાત્રિ બાદ ચામડીના રોગના દર્દીમાં યુવતીઓ જેટલા જ યુવાનો

સયાજી હોસ્‍પિટલમાં ૩ થી પ ટકા અને ખાનગીમાં ૮ થી ૧૦ ટકા દર્દીઓનો વધારો : યુવતીઓમાં આર્ટિફિશિયલ જવેલરી, ચણીયા ચોળીના કલરની એલર્જી, વેકસ, આઇલાઇનર અને મેકઅપ કારણભૂત : યુવાનોમાં ડિઓડન્‍ટરનો વધુ પડતો ઉપયોગ કેડિયું ધોતીના કલર ઉતરવાથી પણ ચામડીના થતા રોગ

વડોદરા,તા.૦૭: નવરાત્રીમાં જોશભેર ગરબા રમતા ખેલૈયાઓના શરીર પર થયેલા પરસેવાના લીધે કેટલાક ખેલૈયાઓ ચામડીના રોગની ઝપટમાં આવી ગયા છે.અગાઉ યુવતીઓ ચામડીના રોગની ઝપટમાં વધુ આવતી હતી. પરંતુ હવે નવરાત્રી પછી ચામડીના રોગની ઝપટમાં આવવાનો યુવતીઓ અને યુવાનો વચ્‍ચેનો રેષીયામાં ખુબજ ઘટાડો નોંધાયો છે. લગભગ હવે તે રેપીયો સરખોજ થવા આવ્‍યો છે.

નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવા જવા માટે નવા વષો ખરીદે છે. યુવતીઓ ચણીયા ચોળી જયારે યુવાનો કેંડીયુ અને ધોતીની ખરીદી કરે છે. પરંતુ આ ખરીદી કરતી વખતે કેટલાક ખેલૈયાઓ ગુણવતા સાથે સમાધાન કરી લે છે. તેઓ નવ દિવસજ પહેરવાનુ છે, જેને જયારે એમાય એક બે દિવસ પહેરીને બીજાને આપી દઈશુ તેનુ આપણે લઈ આવીશુ તેવો વ્‍યવહાર ચાલતો હોય છે. આથી ચણીયા ચોળીની ખરીદીમાં સિન્‍થેટીક કપડાંમાંથી બનાવેલા સસ્‍તી કિંમતના ચણીયા ચોળી ખરીદવામાં આવે છે. ખેલૈયાઓ ગરબે રમે છે ત્‍યારે શરીરમાંથી પરસેવો થાય છે. જયારે સિન્‍થેટિક કપડાંનો કલર ઉતરતો હોય છે. કેટલાક કિસ્‍સામાં હલકી કક્ષાના કોટનના ચણીયા ચોળી કેડીયુ કે ધોતીના કલર પણ ઉતરતા હોય છે. જે પરસેવાના લીધે શરીરના ભાગો પર અસર કરે છે. તેના લીધે ખંજવાળ આવે છે. આવેશમાં ખંજવાળવાથી ત્‍યાં લાલ ચકામાં પડી જાય છે. જયારે કેટલીક વખત ચામડીનો ભાગ બરછટ થઇ જાય છે. યુવતીઓ આર્ટીફિશીયલ જવેલરી પહેરી હોય છે તેની મેટલ હલકી કક્ષાની હોવાથી પણ પરસેવાના સંપર્કના લીધે યુવતીઓ ચામડીના રોગ થઈ જાય છે. ખાસ કરીને જે યુવતીને વધુ પરસેવો થતો હોય તેઓને ચામડીનો રોગ થવાની શક્‍યતા વધી જાય છે.

યુવતીઓ મેકઅપ કરે છે આઈ લાઈનર કે હાથનુ વેકસ કરાવે છે, જેમાં પણ ગુણવતાનો અભાવ હોવાથી તેઓ ચામડીના રોગની ઝપટમાં આવી જાય છે. યુવાનો અને યુવતીઓ પણ પરસેવાની દુર્ગંધ ન આવે તે માટે ડિઓડરન્‍ટનો ઉપયોગ ભરપુર કરતા હોય છે. આ ડિઓડરન્‍ટ હલકી કક્ષાના હોય ત્‍યારે અને શરીરના બગલના ભાગ પર જયાં તેઓ ઉપયોગ કરે છે ત્‍યાં ચામડીનો રોગ થઈ જાય છે. સયાજી હોસ્‍પિટલમાં નવરાત્રી પછી આવા ચામડીના રોગના દર્દીઓમાં ૩ થી ૫ ટકાનો વધારો નોંધાયો હોવાનું ચામડીના રોગના નિષ્‍માંત ડો નિપુલ વોરાએ જણાવ્‍યુ હતુ. જયારે ખાનગી હોસ્‍પિટલમાં નવરાત્રી પછી ચામડીને રોગમાં ૮ થી ૧૦ ટકા વધારો નોંધાયો હોવાનું ડો યોગેશ મારફતીયાએ જણાવ્‍યુ હતુ. જોકે આવા દર્દીઓની સંખ્‍યામાં વધારો નોંધાઇ શકે.

સોશિયલ મીડિયા પરના નુસ્‍ખા અજમાવવા ભારે પડી શકે

સોશીયલ મિડીયા પર ચામડીના રોગ દુર કરવા માટે અવનવા નુસ્‍ખાઓ મુકવામાં આવે છે. આ ઉપરાંત હર્બલ પ્રોડકટ ના નામે કેટલીક પ્રોડકટ ખરીદવા માટેની ભલામણ પણ કરવામાં આવે છે. પરંતુ આ નુસ્‍ખાથી દુર રહેવા માટે સયાજી હોસ્‍પિટલના સ્‍કીન વિભાગના ડો.મુકેશભાઇએ જણાવ્‍યુ હતુ. નવરાત્રીમાં ચહેરો ચમકે તે માટે અને ચામડીના રોગ દુર કરવા માટે નુસ્‍ખાઓ અને દવાઓ બતાવવામાં આવે છે તે અજમાવવાથી તમે નુકશાન પણ વેઠવુ પડે છે. નિષ્‍ણાંત તબીબ પાસેજ સારવાર લેવી જોઇએ તેવુ તેમણે ઉમેર્યુ હતુ.

(10:26 AM IST)