<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાશે

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાશે

અમદાવાદ તા.૭

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાશ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 શુક્રવારે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે. 

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવાનો છે. 

10 ઓક્ટોબર શુક્રવારે સાંજે 6:00 વાગ્યે ગિફ્ટ સિટીમાં આ શો નિહાળવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવેલી છે. આ માટે www.giftgujarat.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. 

પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ તથા સમાજ જીવનના વિવિધ અગ્રણીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

 

(4:21 PM IST)