તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
ખેડા-પંચમહાલને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ ફરી શરૂ કરાવવા પાંચ ગામના સરપંચોનું ઉપવાસ આંદોલન
10 જુલાઈ 2025ના રોજ બંધ કરાયેલો આ બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ ના કરતાં મહીસાગર, ખેડા અને વડોદરા જિલ્લાના સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી

ખેડા જિલ્લાથી પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ પુનઃ શરૂ કરવા માટે પાંચ ગામના સરપંચોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સેવાલિયા ગામે રસ્તાની બાજુમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરાયો છે. ગત જુલાઈ માસમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરિત બ્રિજ સરકાર દ્વારા બંધ કરાયા હતા. તે સમયે ખેડા જિલ્લાથી પંચમહાલ જિલ્લાને જોડતો સેવાલિયા ખાતેનો મહીસાગર નદીનો બ્રિજ બે મહિના માટે બંધ કરાયો હતો.
ગત 10 જુલાઈ 2025ના રોજ બંધ કરાયેલો આ બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ ના કરતાં મહીસાગર, ખેડા અને વડોદરા જિલ્લાના સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. બ્રિજ પુનઃ શરૂ કરવા માટેની ભૂખ હડતાળમાં વડોદરા જિલ્લાના વચ્ચેસર ગામના સગર્ભા મહિલા સરપંચ પણ જોડાયા છે. આ સરપંચો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને અગાઉ બ્રિજ પુનઃ શરૂ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર સમયે અધિકારીએ દસ દિવસમાં બ્રિજ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
