તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th October 2025
મોડાસામાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન : બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં તપાસનો દોર
સર્વોદય સહકારી બેંકમાં વિગતો તપાસવાની કાર્યવાહી: 10 જેટલા વાહનમાં આવેલા અધિકારીઓની ટીમો દ્વારા તપાસ

મોડાસામાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડાસા શહેરમાં સર્વોદય સહકારી બેંકમાં વિગતો તપાસવાની કાર્યવાહી ચાલી રહી છે. 10 જેટલા વાહનમાં આવેલા અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોડાસા શહેરના અગ્રણી બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં દરોડા બાદ તપાસ હાથ ધરાઈ છે. બેંકમાંથી બિનહિસાબી નાણાંકીય એન્ટ્રીઓના સગડ મળવાની આશંકા છે.
અઠવાડિયા અગાઉ બિલ્ડરો અને મોટા વેપારીઓના હિસાબોની તપાસના આધારે કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન આયકર વિભાગને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને નાણાકીય પુરાવાઓ મળ્યા હોવાનું જાણવા મળે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
