News of Tuesday, 7th October 2025
સુરતમાં પાન-માવાની પિચકારી મારનારાઓને તીસરી આંખે ઝડપી પાડ્યા : રૂપિયા 5.85 લાખ દંડ વસૂલ્યો
સીસીટીવીના આધારે પોલીસની જેમ SMC પણ કાર્યવાહી શરૂ કરી: કુલ 3819 લોકોને પકડી પાડ્યા : જાહેરમાં પાન-માવાની પિચકારી મારનાર સામે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ

સુરત મહાનગર પાલિકાએ, જાહેર મિલકતો, બ્યૂટીફિકેશનના સ્થળોએ પાન માવાની પિચકારી મારનારા સામે કાર્યવાહી કરી છે. સીસીટીવીના આધારે પોલીસની જેમ SMC પણ કાર્યવાહી શરૂ કરી છે. જાહેરમાં પાન-માવાની પિચકારી મારતા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 3819 લોકોને પકડી પાડ્યા છે. જેમની પાસેથી રૂપિયા 5.85 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેરમાં પાન-માવાની પિચકારી મારનાર સામે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે મોનિટરિંગ પાલિકાના CCC સેન્ટર ઉપરથી કરવામાં આવે છે. જેથી પાન-માવાની પિચકારી મારતા લોકો હવે રસ્તા પર થૂંકતા પહેલા ચેતી જાજો. બાઈક કે ફોર વહીલમાંથી જાહેર રોડ પર થુક્તાં પકડાયા તો આકરો દંડ કરાશે. જ્યારે કેટલીક સોસાયટીની બહાર કે રોડ પર કચરો નાખવામાં આવે તો પણ પાલિકા કાર્યવાહી કરી રહી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
