તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
લહેંગા હુઆ મહેંગાઃ GSTના ભારથી લગ્નસરાને અસર
લહેંગા, શેરવાની, ગાઉન, સૂટ, કોટની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો દુલ્હન અને જાનૈયાઓના મૂડ ખરાબઃ ગ્રાહકોની સંખ્યામાં ૨૫ ટકા સુધીનો ઘટાડો

સુરત,તા.૦૮: દિવાળી બાદ થોડા જ દિવસોમાં લગ્નસરાની સિઝન શરૂ થતી હોય છે. લગ્નની તૈયારીઓમાં શરૂઆત જ્યાં કપડાં ખરીદીથી થતી હોય છે ત્યાં આ પરિવારનું બજેટ અહીંથી જ બગડવા લાગ્યું છે.
વેપારીઓના જૂના ઓર્ડર પણ રદ થવા માંડયા છે. હકીકતમાં રૂ.૨૫૦૦થી વધુની કિંમતના પરિધાનો પર જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવાથી લગ્ન અને ફેશન બજાર પર તેની માઠી અસરો જોવા મળી રહી છે. તહેવારો અને લગ્નની સિઝનમાં જ રેડીમેડ ગારમેન્ટ્સ પર વધેલા જીએસટી દરોથી સુરત, અમદાવાદ, મુંબઈ સહિત દેશભરના પરિધાન બજારોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ જીએસટી દરોના ફેરફાર બાદ જયાં ૨૫૦૦ રૂપિયા સુધીના તૈયાર વસ્ત્રો પર પાંચ ટકા જીએસટી યથાવત્ છે, ત્યાં રૂ.૨૫૦૦થી વધુ ભાવના કપડાઓ પર ૧૮ ટકાના જીએસટી દરથી દુલ્હનના લહેંગા, શેરવાની ગાઉન, સૂટ, કોટ જેવા અન્ય રેડીમેડ પરિધાનોમાં ભારે ઉછાળો આવ્યો છે. દુલ્હન અને જાનૈયાઓની મહિલાઓને ૧૮ ટકા જીએસટી ભારે પડી રહ્યો છે.
અ & સંજોગોને લીધે બજારની સ્થિતિ નજર કરવામાં પર આવે તો, મોટાભાગના વેપારી વર્ગનો દાવો છે કે, સુરત, અમદાવાદ, મુંબઈ, ઈદોર, જયપુર જેવા દેશભરના મોટા રેડીમેડ બજારોમાં ચાહકોની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સુરત અને નોએડા જેવા એક્સપોર્ટ હબમાં ૧૮ ટકા જીએસટીના કારણે રેડીમેડ ગારમેન્ટ્સના વિદેશી ઓર્ડરની પડતરમાં વધારો થયો છે. જેના કારણે એકસપોર્ટ પ્રતિસ્પર્ધાને પણ અસર પહોંચી રહી છે.
આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે બજારોમાં લગ્નસરાની ખરીદી તેની ચરમસીમાએ હોય છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને સરકાર સમક્ષ પ્રસ્તાવ રાખ્યો છે કે, રૂ. ૧૦ હજાર સુધીના ગારમેન્ટ્સ પર જીએસટી દર ૫ ટકા સુધી સમેટવામાં આવે. લગ્નસરા અને તહેવાર માટે વિશેષ તૈયાર થતાં એટલે કે, સિઝનલ પ્રોડક્ટ્સ પર દરોમાં રાહત મળવી જોઈએ.
CAITની ટેક્સ્ટાઈલ એન્ડ ગારમેન્ટ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંપાલાલ બોથરાએ જણાવ્યા અનુસાર દેશભરના ગારમેન્ટ વેપારી સંગઠનોએ સરકારને આગ્રહ કર્યો છે કે, ૧૮ ટકા જીએસટીના નિર્ણય પર પુનર્વિચાર કરવો જરૂરી છે જેનાથી તહેવાર અને લગ્નસરામાં બજારની રોનક જળવાઈ રહે અને નાના વેપારીઓને પણ આર્થિક રાહત મળી શકે.(૪૦.૯)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
