<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે :આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે વરસાદની શકયતા : આગામી 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે: 3-4 દિવસમાં ચોમાસુ અન્ય જિલ્લામાં વિદાય લઈ શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. શક્તિ વાવાઝોડું ધીમુ થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠા પર DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. તેમજ 3-4 દિવસમાં ચોમાસુ અન્ય જિલ્લામાં વિદાય લઈ શકે છે.

 

(12:14 PM IST)