News of Wednesday, 8th October 2025
દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. :સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા
દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. :સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા

અમદાવાદ : રાજયમાં ચોમાસાની વિદાય બાદ હજુ અનેક સ્થળોએ મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે. તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. તો બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગો માં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
