News of Wednesday, 8th October 2025
સરકારી કચેરીઓમાં સળંગ અઠવાડિયુ રજાની પ્રથમ ઘટના
મોજથી દિવાળી મનાવો... તા.૧૯ થી ૨૬ કચેરીઓ બંધ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી તા.૧૯ મી સુધી એટલે કે આઠ (૮) દિવસની જાહેર કરેલી સરકારી કચેરીની રજાએ એક ઇતિહાસ રચ્યો છે.
રાજયના અત્યાર સુધીના સમયગાળામાં આવી સળંગ આઠ રજાઓ આવી નથી.
આ રજાએ જાહેર થવાથી રાજય સરકારની તમામ કચેરીમાં લાઇટબીલ, સરકારી ગાડીઓમાં પેટ્રોલ, ડીઝલ, તેમજ કર્મચારીઓ, અધિકારીઓના સરકારી કચેરીઓના ઘણા ખર્ચની બચત થશે. કર્મચારીઓ અધિકારીઓમાં એક ખુશીની લહેર આવી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
