<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સુરતના ઉધનામાં બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત

બાંધકામ સાઈટના ચોથા માળેથી મહિલા પર ઇટ પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી: ઉધના પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતના ઉધનામાં બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં મહિલા બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. બાંધકામ સાઈટના ચોથા માળેથી મહિલા પર ઇટ પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

મળતી માહિતી મુજબ, સુરતના ઉધાનમાં  લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં નિરમા મુન્ના ડામોર બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. બાંધકામ સાઈટના ચોથા માળેથી મહિલા પર ઇટ પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ સાથી કામદારો દોડી આવ્યાઅને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ મહિલાને મૃતક જાહેર કરી છે. 

કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધન વગર મહિલા જોડે કામ કરાવવામાં આવતું હતું. બાંધકામ સાઈટના ચોથા માળે કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી ન હતી. મહિલાનું મોત થતા પરિવારે કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

(2:10 PM IST)